મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરીવહન યોજનાનો લાભ લેવા માટે I-Khedut પોર્ટલ પર ઑનલાઇન અરજી કરવી

  • ઑનલાઇન અરજીની પ્રિંટ સાથે ૭-૧૨/૮-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જેવા જરૂરી સાધનિક
  • કાગળ સહીત અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે
આ યોજનાઓનો લાભ લેવા આજથી આગામી તા.૧૫ ઓગષ્ટ સુધી કરી શકાશે અરજી
રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર
યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર(ગોડાઉન) બનાવવા ખેડુતોને સહાય તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ
કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડુતોને નાણાકીય
સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ લેવા આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં
આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી શકાશે.
ખેડૂતોને મદદરૂપ થઈ આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા બે
યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં રાજ્યના
તમામ ખેડુતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના ૩૦% અથવા
રૂ.૩૦,૦૦૦/-(ત્રીસ હજાર) બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડુતે આ યોજના
હેઠળ ન્યુનતમ ૩૩૦ ચોરસ ફુટ વિસ્તારનું કોંક્રીટ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. લાભાર્થી ખેડુતને સહાય બે
હપ્તામાં મળવાપાત્ર રહેશે.
કિસાન પરીવહન યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્વારા એમ્પેનલ્ડ કરેલ મીડીયમ સાઇઝના ગુડ્ઝ
કેરેઝ વાહન (ચાર પૈડા વાળા અને ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા
વાહન) ખરીદવા માટે નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ./અનુ.જનજાતિના ખેડુતોને કુલ ખર્ચના ૩૫%
અથવા રૂ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય/અન્ય ખેડુતોને કુલ ખર્ચના ૨૫% અથવા
રૂ.૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
ઉપરોક્ત બન્ને યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ ઉપર આજથી આગામી તા.૧૫
ઓગષ્ટ સુધી ઑનલાઇન અરજી કરી શકાશે. ખેડુતોએ i-khedut પોર્ટલ  www.ikhedut.gujarat.gov.in  પર
ઑનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ સાથે ૭-૧૨/૮-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જેવા
જરૂરી સાધનિક કાગળ સહીત અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની
રહેશે.
યોજનાની વધુ વિગત i-khedut પોર્ટલ ઉપર જોઇ શકાશે અથવા વધુ જાણકારી મેળવવા નજીકના
ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરી સંપર્ક કરવો. પાટણ જિલ્લાના વધુમાં વધુ ખેડુતોને આ
યોજનાઓનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
THANK YOU FOR VISIT

Leave a Comment