દેશની સર્વગ્રાહી શિક્ષણ નીતિ ૨૦૨૦ને આવકારતા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા


એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવશે

કેન્દ્ર સરકાર દ્વારા  દેશના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણનો સર્વગ્રાહી સુધારનો નિર્દેશ કરતી શિક્ષણ નીતિ ૨૦૨૦ને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકારી છે.
શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમાએ આ નીતિને આવકારતા કહ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના એક ભારત શ્રેષ્ડ ભારતના નિર્માણમાં આ નવી શિક્ષણ નીતિ અનેરૂ યોગદાન આપશે અને મહત્વનો આયામ સિદ્ધ થશે.
તેમણે ઉમેર્યુ કે, નવી શિક્ષણ નીતિ નક્કી કરવા સમગ્ર દેશમાંથી ૨,૨૫,૦૦૦ થી વધારે સૂચનો સાથેની રાષ્ટ્રવ્યાપી કવાયત બાદ તૈયાર થયેલી નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ની ઘડતર પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ રાજ્ય સરકાર વતી ભારત સરકારને અભિનંદન આપી આવકારી છે.
તેમણે ઉમેર્યુ કે, આ નવી શિક્ષણ નીતિના પરિણામે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને પણ વેગ મળશે અને રાજ્યના વિદ્યાર્થીઓને પણ વધુ સારૂ શિક્ષણ પુરુ પાડવામાં ઉપયોગી નિવડશે.
THANK YOU FOR VISIT

Leave a Comment