જાહેરનામાના ભંગ બદલ પોલીસ વિભાગ દ્વારા સૌથી વધુ ૨,૦૦૧ લોકો પાસેથી રૂ.૪ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો

  • જિલ્લામાં સતત ત્રીજા દિવસે ૨,૧૮૬ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ.૪,૩૭,૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો ભંગ કરનાર લોકો પાસેથી
દંડ વસૂલવાની ઝૂંબેશરૂપે હાથ ધરવામાં આવેલી કામગીરીના ત્રીજા દિવસે ૨,૧૮૬ લોકો પાસેથી રૂ.૪.૩૭ લાખનોદંડ વસૂલ કરવામાં આવ્યો છે. 
કોરોના વાયરસના લોકલ ટ્રાન્સમિશનના કારણે દિવસેને દિવસે કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાના સુચારૂ અમલીકરણ માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી છે.
 જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા માસ્ક વગર ફરતા લોકો પાસેથી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવેલી દંડ વસૂલવાની કામગીરીના ભાગરૂપે તા.૦૮ જુલાઈના રોજ નગરપાલિકાઓ દ્વારા ૧૩૧ વ્યક્તિઓ પાસેથી રૂ.૨૬,૨૦૦/-, ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વિભાગ દ્વારા ૫૪ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૦,૮૦૦/- તથા પોલીસ વિભાગ દ્વારા સૌથી વધુ ૨,૦૦૧ વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૩૭,૨૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
 જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ઘ કરવામાં આવ્યા બાદ, નાગરીકોને જાહેર સ્વાસ્થ્યને લગતી બાબતને સામાજીક જવાબદારીરૂપે સ્વિકારી બહાર નિકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં માસ્ક ન પહેરી નિયમનો ભંગ કરનાર જિલ્લાના ૧૮,૪૭૬ લોકો પાસેથી રૂ.૩૬.૯૫ લાખ કરતાં વધુનો દંડ અત્યાર સુધીમાં વસૂલ કરવામાં આવ્યો છે.
THANK YOU FOR VISIT

Leave a Comment