માલધારી સેના ધાનેરા દ્વારા ધાનેરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત માલધારી સેના દ્વારા તાલુકામાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓ જે દબાણ કરવામાં આવેલ છે એના કારણે પશુપાલકો ની હાલત કફોડી બની છે ત્યારે સોમવારે વિવિધ માંગણીઓ સાથે ધાનેરા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું જેમાં દરેક તાલુકા કે મામલતદાર શ્રી ની આગેવાનીમાં એક સેલની રચના કરવામાં આવે, તાલુકામાં જે ગૌચર મુદ્દે સેલ બનાવવામાં આવે જેમાં ગુજરાત માલધારી સેના એક કાર્યકર ને કમિટીમાં સ્થાન આપવામાં આવે અને આ સેલ દ્વારા તાલુકામાં એક સર્વે કરવામાં આવે કેટલા ગામોમાં દબાણ છે તેની જાણકારી મામલતદાર કરવામાં આવે તેમજ દબાણ દૂર કરવા વિના કોઇ ચાર્જ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને દરેક ગામમાં પશુ ગણતરી કરવામાં આવે અને સરકારના ધારાધોરણ પ્રમાણે પશુઓ ના હિસાબે ગૌચર ફાળવવામાં આવે તથા પશુઓ ને વાડા ની આકારણી આપવામાં આવે અને દર પાંચ ગામે પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે અને અત્યાર સુધી પશુપાલકો દ્વારા ઘણા બધા ગામડાઓમાં ગૌચર મુદ્દે અરજીઓ કરી છે તે અરજી ઓ નો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
ગુજરાત માલધારી સેના ના આઈટી સેલ મંત્રી પ્રકાશભાઈ શુકલ એ જણાવ્યું હતું કે અમારી આ માંગણીઓ ને ધ્યાને લેવામાં આવે અને જો આ મામલે સરકાર ગંભીર વલણ નહીં દાખવે તો અમો પશુપાલકો, ગૌ ભક્તો તેમજ ગુજરાત માલધારી સેના સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરીશું