અનલૉક-૨ ની અમલવારી અંગે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

કન્ટેઈનમેન્ટ અને નૉન કન્ટેઈનમેન્ટ ઝોનમાં નિયંત્રણો અને પ્રતિબંધો ઉપરાંત જાહેર અને કામના સ્થળો અંગે વિવિધ સુચનાઓ અને આદેશ બહાર પાડવામાં આવ્યા
WHO દ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલા નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના વધી
રહેલા કેસની સંખ્યા અને પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાર ગૃહ મંત્રાલયના તા. ૨૯/૦૬/૨૦૨૦ ના હુકમ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ કન્ટેઈનમેન્ટ ઝોનમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાથી તા.૦૧/૦૭/૨૦૨૦ના ૦૦:૦૦ કલાકથી તા. ૩૧/૦૭/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે. તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવેલ છે. અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૬/૨૦૨૦ના હુકમ સાથેની ગાઈડલાઈન્સ ફૉર ફેઝ્ડ રિ-ઓપનિંગ (અનલૉક-૨) નો ચુસ્તપણે અમલ કરવાનો રહે છે.
જે અન્વયે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪, ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯
રેગ્યુલેશન-૨૦૨૦ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૩૪ની રૂએ મળેલ અધિકાર અન્વયે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ઉક્ત સમય દરમ્યાન સમગ્ર પાટણ જિલ્લામાં નીચે જણાવેલ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યો છે.

કઈ પ્રવૃત્તિઓ પર રહેશે પ્રતિબંધ…
1. તમામ શૈક્ષણિક, તાલીમ, સંશોધન, કોચિંગ સંસ્થાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ યથાવત રહેશે. ઓનલાઈન /
ડીસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખવાનું રહેશે તેમજ તેને પ્રોત્સાહન આપવાનું રહેશે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની તાલીમ સંસ્થાઓ તા. ૧૫/૦૭/૨૦૨૦ થી Department of Personnel & Training(DoPT) દ્વારા બહાર પાડવામાં આવેલ Standard Operating Procedure(SOP) મુજબ કાર્યરત કરી શકાશે.
2. સિનેમા હોલ, જીમ્નેશિયમ, સ્વીમીંગ પુલ્સ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, બાર્સ, ઓડીટોરીયમ્સ, એસેમ્બલી હોલ અને તે પ્રકારના બીજા સ્થળો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
3. સામાજીક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય મોટા મેળાવડાઓ પર પ્રતિબંધ રહેશે.
4. આવશ્યક સેવામાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ માટે રાત્રિના ૧૦:૦૦ કલાકથી સવારના ૫:૦૦ કલાક સુધી વાહનો અને વ્યક્તિઓની અવર-જવર સંપૂર્ણ પ્રતિબંધિત (કર્ફ્યુ) રહેશે.
5. કોઈપણ સરઘસ કે ચાર કરતાં વધુ વ્યક્તિઓની મંડળી, વિવિધ સંગઠનો, સંસ્થાઓ, ખાનગી વ્યક્તિઓ કે વ્યક્તિ સમૂહો તથા કર્મચારીઓ માટે સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ધરણાં કરવા, ભૂખ હડતાલ પર બેસવા, રેલી કાઢવા કે રેલી સ્વરૂપે આવી આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ રહેશે.
6. ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધો, કો-મોર્બિડીટી ધરાવતા વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોને આવશ્યક અને આરોગ્યનો હેતુ હોય તે સિવાય ઘરે જ રહેવા સલાહ આપવામાં આવે છે.

કન્ટેઈનમેન્ટ ઝોન પર નિયંત્રણો…
1. સમગ્ર પાટણ જિલ્લામાં જાહેર થયેલ કે હવે પછી જાહેર થનાર કન્ટેનમેન્ટ / માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન / વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓને જ સવારે ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૭:૦૦ કલાક સુધી પરવાનગી રહેશે.
2. કન્ટેનમેન્ટ / માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં નીચે મનાઈ ફરમાવવામાં આવી હોય તે સિવાયની અન્ય તમામ આર્થિક પ્રવૃત્તિઓને પરવાનગી રહેશે. દુકાનો રાત્રિના ૦૮:૦૦ કલાક સુધી તેમજ રેસ્ટોરેન્ટ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
3. કામદારો / કારીગરો / કર્મચારીઓ / દુકાન માલિકો વગેરે જેઓના ઘર / વસવાટ કન્ટેનમેન્ટ / માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલ હોય તેઓને આ કન્ટેનમેન્ટ / માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર / ઝોન છોડી બહાર નીકળવાની પરવાનગી રહેશે નહીં.
જિલ્લામાં આવેલા કન્ટેનમેન્ટ / માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરતું અને આવા વિસ્તારોમાં પ્રતિબંધિત
પ્રવૃત્તિઓ માટેનું અલાયદું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. કન્ટેનમેન્ટ / માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની આ યાદીની સમયાંતરે સમીક્ષા કરી તેને અદ્યતન કરવામાં આવશે.
કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં…

1. રમતગમત સંકુલ અને સ્ટેડીયમને ખોલવાની પરવાનગી રહેશે. પરંતુ, પ્રેક્ષકો અને વિશાળ સંખ્યામાં લોકોને એકત્ર થવાની પરવાનગી રહેશે નહીં. આ અંગેના પ્રસારણને કોઈ બાધ રહેશે નહીં.
2. શેરી ફેરીયાઓને શહેરી સ્થાનિક સત્તાતંત્ર દ્વારા નક્કી કરેલ Standard Operating Protocol મુજબ નક્કી કરેલ
વિસ્તારોમાં પરવાનગી રહેશે.
3. હોટેલ્સ અને બીજી હોસ્પિટાલીટી સેવાઓ, રેસ્ટોરેન્ટ અને શોપિંગ મોલ્સ તા. ૦૮/૦૬/૨૦૨૦ થી આ માટે
અમલમાં આવેલ Standard Operating Protocol મુજબ ચાલુ રાખી શકાશે.
4. તમામ ધાર્મિક સ્થળો સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે તા. ૦૮/૦૬/૨૦૨૦ થી અમલમાં આવેલ Standard Operating Protocol પ્રમાણે ખોલી શકાશે. પરંતુ, કોઈ કાર્યક્રમો / વિશાળ મેળાવડાનું આયોજન થઈ શકશે નહીં.
5. કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં સીટી બસ સેવા ૬૦% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.
6. ખાનગી બસ સેવાઓને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો માટેના Standard Operating Protocol મુજબ બેઠક ક્ષમતાની ૬૦% ક્ષમતા સાથે વાહનમાં કોઈ પેસેન્જર ઉભા ન હોય તે રીતે પરવાનગી રહેશે.
7. ઓટોરીક્ષામાં એક ડ્રાઈવર માત્ર ૨ (બે ) પેસેન્જર સાથે મુસાફરી કરી શકશે.
8. કેબ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ, ખાનગી વાહનોને ૧ (એક) ડ્રાઈવર અને ૨ (બે ) વ્યક્તિઓ સાથે તેમજ જો બેઠક ક્ષમતા ૬ (છ) કે તેથી વધુ હોય તો ૧ (એક) ડ્રાઈવર અને ૩ (ત્રણ ) વ્યક્તિઓ સાથે પરવાનગી રહેશે.
9. ટુ-વ્હીલરમાં મહત્તમ ૨(બે) જ વ્યક્તિ (ચાલક સહિત) મુસાફરી કરી શકશે.
10. ખાનગી ઓફીસોને સોશિયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે પરવાનગી રહેશે. જો કે Work from home ને પ્રોત્સાહન આપવાનું રહેશે.
11. બેંકો, સરકારી કચેરીઓ સરકારશ્રીના આદેશાનુસાર ચાલુ રાખવાની રહેશે.
12. ૬૦% ક્ષમતા સાથે લાઈબ્રેરી શરૂ કરી શકાશે.
13. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો રાજ્ય સરકારની સુચનાનુસાર કાર્યરત રહેશે.
ઉપર પ્રતિબંધિત કરવામાં આવેલી અને કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર દ્વારા વખતોવખત પ્રતિબંધિત કરવામાં આવીહોય એ સિવાયની તમામ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ (SOP) જાહેર કરવામાં આવેલ છે તે તમામનું
પાલન કરવાનું રહેશે. COVID-19 મેનેજમેન્ટ માટેના રાષ્ટ્રીય દિશાનિર્દેશો અનુસાર નીચે મુજબની સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
જાહેર જગ્યાઓએ
1. તમામ વ્યક્તિઓ જ્યારે તેઓ જાહેર સ્થળોએ, કામના સ્થળોએ અને પરિવહનમાં હોય ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરવું જોઇશે અથવા હાથરુમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોંઢુ અને નાક ઢાંકી રાખવાનું રહેશે. અન્યથા રૂા. ૨૦૦ નો દંડ વસુલ કરવામાં આવશે.
2. પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ જાહેર સ્થળો તેમજ કામકાજના સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધછે. કોઈ ઈસમ જાહેરમાં થૂંકતો જણાશે તો તે બદલ રૂા. ૨૦૦ નો દંડ વસુલ કરવામાં આવશે.
3. જાહેર સ્થળો, કામના સ્થળો અને પરિવહનનો હવાલો ધરાવતી તમામ વ્યક્તિઓએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ વ્યકિતઓ વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
4. જાહેર સ્થળોએ પાન, ગુટખા, તમાકુ વગેરેના સેવન પર પ્રતિબંધ રહેશે.
5. લગ્ન પ્રસંગોએ થતાં સમારંભોમાં સોશિયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા આ પ્રસંગે કુલ
વ્યક્તિઓની સંખ્યા ૫૦ (પચાસ) થી વધવી જોઈશે નહીં.
6. અંતિમવિધિ / અંતિમ સંસ્કારના કામે એકઠા થતી વખતે સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવાનું રહેશે અને આ પ્રસંગે એકઠા થનારાઓની મહત્તમ સંખ્યા ૨૦ (વીસ) કરતાં વધવી જોઈશે નહીં.
7. તમામ વ્યક્તિઓએ જાહેર સ્થળોએ ઓછામાં ઓછા ૬ (છ) ફૂટનું અંતર (દો ગજ કી દૂરી) ફરજીયાતપણે જાળવવાનુંરહેશે.
કામકાજના સ્થળોએ:

1. શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પધ્ધતિ અનુસરવાની રહેશે.
2. કચેરીઓ, કામકાજના સ્થળો, દુકાનો, બજારો તથા ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓએ કામના કલાકો અલગ-અલગ રાખવાના રહેશે.
3. તમામ પ્રવેશવાના તથા બહાર નીકળવાના પોઈન્ટ અને કોમન એરીયામાં થર્મલ સ્કેનીંગ, હેન્ડ વોશ અને
સેનીટાઈઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.
4. માનવીય સંપર્કમાં આવનાર તમામ કોમન સુવિધાઓ જેવી કે દરવાજાના હેન્ડલ વગેરે સહિત સમગ્ર કામના સ્થળે નિયમિત રીતે સેનીટાઈઝેશન કરાવવું જોઈશે. જેમાં બે શિફ્ટ વચ્ચે સેનીટાઈઝેશનનો પણ સમાવેશ થાય છે.
5. કામકાજના સ્થળોએ દરેક સંચાલકોએ કામદારો વચ્ચે પર્યાપ્ત સોશિયલ ડીસ્ટન્સીંગ બાબતે ખાતરી કરવાની રહેશે અને બે પાળી વચ્ચે પૂરતો સમય આપીને, તેમજ જમવાના સમય વચ્ચે સમયાંતર જાળવવા અને સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૦૧/૦૭/૨૦૨૦ થી તા. ૩૧/૦૭/૨૦૨૦ સુધી પાટણ જિલ્લાના સમગ્ર જાહેર વિસ્તારમાં
લાગુ પડશે. આ જાહેરનામાની જોગવાઇઓ / કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.
આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તે જ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય, સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ પાસ ધારકો / મંજુરી હુકમો ધરાનાર ઔઘોગિક એકમો / વ્યક્તિઓ ઉપરાંત ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં. ૪૦-૩ / ૨૦૨૦-ડીએમ – આઇ(એ), તા. ૨૯/૦૬/૨૦૨૦ થી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓને લાગુ પડશે નહીં.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી
રહેશે અને તેનો તમામે ચુસ્તરીતે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામામાં આપવામાં આવેલ છૂટછાટ સબંધમાં ભારત સરકારના ગુહ મંત્રાલયની તા. ૨૯/૦૬/૨૦૨૦ અને ત્યારબાદની અંગ્રેજી ગાઈડલાઈનનું અર્થઘટન માન્ય રહેશે.
THANK YOU FOR VISIT

Leave a Comment